પ્લાસ્ટિક મુક્ત ભારત અને મેદસ્વિતા મુક્ત ગુજરાતના ઉદ્દેશ્ય સાથે યોજાશે કાર્યક્રમમોરબી : મોરબી મહાનગરપાલિકા તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા સંયુક્ત રીતે પ્લાસ્ટિક મુક્ત ભારત તથા મેદસ્વિતા મુક્ત ગુજરાતના ઉદ્દેશ્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 4 જૂન ને બુધવારના રોજ મોરબીના કેસરબાગ ખાતે સાંજે 6 વાગ્યે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં યોગ નિદર્શન, નાટક, સેલ્ફ ડિફેન્સ અને કાપડ બેગ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.એ. વ્યાસ અને મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનર સંજયકુમાર સોની દ્વારા આમંત્રણ પાઠવાયું છે.