ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક દ્વારકાધીશ જિન સામે રોડ ઉપર અચાનક ટર્ન મારી ત્રિપલ સવારી બાઇકને હડફેટે લઈ બાઇકમાં બેઠેલા બે યુવાનોને ટાયરના જોટામા લઈ મૃત્યુ નિપજવતા બનાવ અંગે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલ દ્વારકાધીશ જિન પાસે જીજે - 03 - ટી - 4119 નંબરના ટ્રક ચાલકે અચાનક ડિવાઈડરમાંથી ટર્ન મારતા જીજે - 36 - પી - 0147 નંબરના બાઇકને હડફેટે લઈ બાઇકમાં બેઠેલા ઇરફાનશા તેમજ કમાલશાને ટ્રકના જોટામાં કચડી નાખતા અકસ્માતના બનાવ અંગે ફરિયાદી અબજલશા ફિરોજશા કારાણી રહે.લીલાપર રોડ, મોરબી વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.