મોરબી : મોરબી ખાતે પરશુરામ પોટરીના મેદાનમાં સમસ્ત કોળી સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડિંગ દ્વારા સમાજના યુવાનોને એકતા જાળવવાના હેતુથી કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટમાં કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો. જેમા બાબુ ઇલેવન ઈન્દીરાનગર-મોરબી ટીમ વિજેતા જાહેર થયેલ હતી. આ તકે મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને સમાજના આગેવાનો હાજર રહેલ હતા અને દરેક ટીમને શુભેચ્છા પાઠવી હતી.