હળવદ : હળવદના કેદારિયા ગામે ગાયની નીણ અને શ્વાનના લાડવાના લાભાર્થે એક દિવસીય ક્રિકેટ ટુર્નમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેદારીયા ગામની ચાર ટીમોએ ભાગ લીધો હતો. જેમાં 1. ગોલ્ડન ગ્રુપ, 2. રિસ્કી ઇલેવન, 3. દ્રસનાં ઇલેવન અને 4 l. દેશી બોયઝ ટીમે ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચ રિસ્કી ઇલેવન અને ગોલ્ડન ગ્રુપ ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં ગોલ્ડન ગ્રુપ ટીમ ફાઈનલમાં વિજેતા થઈ હતી. ટુર્નામેન્ટના અંતે વધેલા ફંડમાંથી ગાય માટે ચારો અને શ્વાન માટે લાડવા બનાવવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.