આઠ ટિમો વચ્ચે યોજાયેલી ટુર્નામેન્ટના ફાયનલમાં આયુર્વેદાની ટીમે મેદાન માર્યું મોરબી :મોરબીમાં ડોક્ટર સહિત મેડિકલ સ્ટાફ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં આઠ ટિમો વચ્ચે યોજાયેલી ટુર્નામેન્ટના ફાયનલમાં આયુર્વેદાની ટીમ મેદાન મારીને વિજેતા થઈ હતી. મોરબીના સામાંકાંઠે આવેલ સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પીટલ દ્વારા તમામ હેલ્થ વર્કર ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, મેડિકલ સ્ટાફ, લેબોરેટરી ટેકનીશ્યન, સહિતના હોસ્પિટલના સ્ટાફ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયુર્વેદા, ઘનવંતરી, હોમિયોપેથીક, હેમિયોપેથીક 11, કેમિસ્ટ, માળીયા, સમર્પણ અને જિલ્લા પંચાયત એમ મળીને 8 ટિમો વચ્ચે ક્રિકેટ જંગ ખેલાયો હતો. આ ટુર્નામેન્ટની ફાયનલ મેચમાં આયુર્વેદાની વિજેતા થઈ હતી.