વાંકાનેર : વાંકાનેરના અમરસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મુકાબલો એસ.કે. ક્રિકેટ ક્લબ અને ક્રિષ્ના ક્રિકેટ ક્લબ વચ્ચે થયો હતો. જેમાં રસાકસી ના અંતે એસ.કે. ક્રિકેટ ક્લબે સાત વિકેટ થી ફાઇનલ જીતી લીધો હતો. ફાઇનલ મેચમાં એસ.કે. ક્રિકેટ ક્લબ તરફથી જુનેદ માસ્તર તેમજ અજય વરાણવા વચ્ચે 73 રનની ભાગીદારી થઈ હતી. છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી. જે સંજય માનસૂરિયા અને અનીલભાઈ વાગડીયાએ એક બોલ બાકી હતો અને ટીમને વિજય અપાવ્યો હતો. નોંધનીય છે કે આ સ્પર્ધા માં હળવદ, મોરબી કુવાડવા તેમજ રાજકોટના ખેલાડીઓએ હર્ષભેર ભાગ લીધો હતો. સમગ્ર આયોજન મુનાફભાઈ ખલિફા, રઈશભાઈ શેરસીયા અને ઝમીરભાઈ બોરડીવાળાએ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું વાંકાનેરની એસ.કે. ક્રિકેટ ક્લબ( સરફરાઝ ભોરણીયા )એ છેલ્લી ચાર મોટી ટુર્નામેન્ટમાં વિજયી થઈ છે .સમગ્ર વાંકાનેરના ક્રિકેટ પ્રેમીઓ તરફથી સરફરાઝભાઈ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en