મોરબી : મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપર આજે રાત્રીના અરસામાં એક ક્રેટા કાર અગનગોળો બની હતી. જો કે કારમાં સવાર લોકો તુરંત નીચે ઉતરી ગયા હતા. જેથી કોઈને ઇજા પહોંચી નથી. આ મામલે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટિમે તુરંત ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.