ઇમરજન્સી સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી પોલીસને CPR તાલીમ આપવામાં આવી મોરબી : મોરબીમાં આજે 750 જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ માટે GMERS મેડીકલ કોલેજ CPR પ્રશિક્ષણ કેમ્પ યોજાયો હતો. જેમાં ઇમરજન્સી સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી પોલીસને CPR તાલીમ આપવામાં આવી હતી. મોરબી જિલ્લામાં આજે કુલ 5 બેંચમાં 750થી વધુ પોલીસ અધિકારી, કર્મચારીઓ તથા કલેરીકલ સ્ટાફનો GMERS મેડીકલ કોલેજ,રેલ્વે સ્ટેશનસામે, મોરબી, ખાતે ગુજરાત પોલીસ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલો જિસ્ટ, ગુજરાતના સંયુકત પ્રયાસે તથા CPR પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમરજન્સી સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી મોરબી જિલ્લા પોલીસને CPR તાલીમ આપવામાં આવી હતી. પોલીસ ફરજ બજાવતી વખતે કોઈ વ્યક્તિને ઇમરજન્સી સારવારની જરૂર પડે તો તેની કઈ રીતે તબીબી સેવા કરી શકે તે અંગે ડોકટરો અને મેડીકલ ટિમ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું હતું અને પોલીસ હવે ઇમરજન્સીમાં પણ સેવા આપી શકશે.