ટંકારા : ટંકારાના હમીરપર ગામે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. આ દરમિયાન વીજળી પડવાથી એક ગાયનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ટંકારાના હમીરપર ગામે રહેતા રવજીભાઈ બીજલભાઈ ફાંગલીયાનો બસ સ્ટેન્ડ પાસે વાળો આવેલ છે. આ વાળામાં તેઓએ ગાય રાખી છે. આજે સાંજે વરસાદ આવ્યો ત્યારે વીજળી પડવાથી આ ગાયનું મોત નીપજ્યું છે. રવજીભાઈના જણાવ્યા મુજબ આ ગાય રોજનું 15 લીટર દૂધ દેતી હતી. ઉપરાંત તેને ગર્ભ પણ હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..