રોહિદાસપરાની ઘટના, યુવતીના કાકા પાડોશીઓને સમજાવવા ગયા બાદ હુમલો કર્યોમોરબી : મોરબી શહેરના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા આધેડના ભાઈની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હોય અને પાડોશમાં રહેતા પરિવારને ત્યાં આવતી જતી હોવાથી આ બાબતનો ખાર રાખી યુવતીના કાકા સહિતના લોકોએ પાડોશી પરિવારના ઘેર જઈ ઝઘડો કરી લાકડાના ધોકા વડે માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપતા બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રોહિદાસપરામાં રહેતા ભાવેશભાઈ મહેશભાઈ સારેસાએ આરોપી ગૌતમભાઈ ત્રિભુવનભાઈ કાટીયા, મહેન્દ્રભાઈ વિરજીભાઈ કાટીયા, દેહાભાઈ લાલાભાઈ કાટીયા અને આરોપી કેતન નારણભાઇ કાટીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીના માનેલા ફઇએ પ્રેમલગ્ન કર્યા હોય અને ફરિયાદીના ઘેર આવતા જતા હોય જે આરોપીઓના સગા થતા હોવાથી સારું નહિ લાગતા આરોપીઓએ સાહેદ રમેશભાઈ અને મંજુલાબેન ઘેર હાજર હતા ત્યારે ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી લાકડાના ધોકા અને બેટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બીજીતરફ સામે પક્ષે ફરિયાદી ત્રિભુવનભાઈ લાલજીભાઇ કાટીયાએ આરોપી રમેશભાઈ અંબાલાલ સારેસા અને ભાવેશ મહેશભાઈ સારેસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીના મોટાભાઈની દીકરીએ પ્રેમલગ્ન કર્યા હોય અને તેણી આરોપીઓના ઘેર આવતી જતી હોય જેથી આરોપીને સમજાવવા જતા આરોપીઓએ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી ફરિયાદી તેમજ સાહેદ ગૌતમભાઈ, મહેન્દ્રભાઈ, દેહાભાઈ અને ચેતનભાઈને જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.