3600 લીટર દેશી દારૂનો આથો,100 લીટર દારૂ મળી કુલ રૂ. 1.15 લાખનો મુદ્દામાલ જપ્તહળવદ : હળવદ તાલુકાના ચૂંપણી ગામની સીમમાં વાડીએ ખેતીની સાથે સાથે મસ મોટી દારૂની ભઠ્ઠી ચાલુ કરનાર દંપતી પર હળવદ પોલીસે રેડ કરી 3600 લીટર દેશી દારૂનો આથો,100 લીટર દારૂ અને એક દેશી હાથ બનાવટી બે બેરલ વાળી બંદુક મળી કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી પતિ પત્નીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ચૂંપણી ગામના વશરામભાઈ ભુરાભાઈ મકવાણા તેઓની ગામની સીમમાં આવેલ વાડીએ ખેતીની સાથે સાથે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ કરી હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે વાડીએથી 200 લીટરના 18 બેરલ મળી કુલ 3600 લીટર દારૂ બનાવવાનો આથો તેમજ બે 50- 50 લિટરના દેશી દારૂના કેલબા મળી કુલ 100 લીટર દારૂ અને એક દેશી હાથ બનાવટી બે બેરલ વાળી બંદૂક મળી કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં આરોપી વાડી માલિક વશરામભાઈ ભુરાભાઈ મકવાણા રહે ચુપણી અને તેના પત્ની દીપુબેન વશરામભાઈ મકવાણાની અટકાયત કરી પ્રોહીબિશન તેમજ આર્મસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી વ્યાસ એએસઆઈ અજીતસિંહ સિસોદિયા,દિનેશભાઈ બાવળીયા, નરેન્દ્રભારથી ગોસ્વામી, વિપુલભાઈ ભદ્રાડીયા, હરવિજસિંહ ઝાલા, રણજીતસિંહ રાઠોડ,દીપકસિંહ કાઠીયા સહિતનાઓ રોકાયેલ હતા.