વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટિયા પાસે ગત તા.16ના રોજ સાંજના સમયે જીજે - 36 - કયું - 2981 નંબરનું બાઈક લઈ પ્રસંગમાં જઈ રહેલા નિઝામુદીનભાઈ ગઢવાળા તથા તેમના પત્ની નસીમબેનને જીજે - 03 - ઇએલ - 1075 નંબરની ઇકો કારના ચાલકે હડફેટે લઈ ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.