મોરબી : મોરબીન જુના ઘુંટુ રોડ ઉપર સેફાયર સિરામિક નજીક લાલપરથી ધ્રાંગધ્રાના ચુલી ગામ પ્રસંગમાં જઈ રહેલા બાઈક ચાલક મુકેશભાઈ સોંડાભાઈ પલાણીને જીજે - 36 - એવી - 6656 નંબરના સીએનજી રીક્ષા ચાલકે હડફેટે લેતા બાઇકમાં બેઠેલા મુકેશભાઈના પત્ની સોનલબેન, પુત્ર જીગર અને મુકેશભાઈને ઇજાઓ પહોંચતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.