માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા)માં દેશી દારૂના દુષણને ડામી દેવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ માળીયા પોલીસ ટીમે ચીખલી ગામના કરાડીયા વિસ્તારમાં દરોડો પાડી ૨૦૦ લીટર દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાના ૨૮૦૦ લીટર આથા સાથે કુલ ૪ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.માળિયા (મિયાણા)પોલીસ સ્ટેશનના પીઆઇના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચીખલી ગામની સીમમાં આવેલા કરાડીયા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ ૨૦૦ લીટર (કિંમત રૂ. ૪૦,૦૦૦), દેશી દારૂ બનાવવાનો આથો ૨૮૦૦ લીટર (કિંમત રૂ. ૭૦,૦૦૦) અને એક બોલેરો પીકઅપ ગાડી (GJ 11 VV 5695 - કિંમત રૂ. ૩,૦૦,૦૦૦) સહિત કુલ રૂ. ૪,૧૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે કાસમભાઈ અબ્દુલભાઈ સામતાણી (રહે. ચીખલી, તા. માળિયા (મિયાણા), જિ. મોરબી) વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MaliyaPolice #DesiLiquorRaid #Prohibition #MorbiNews #GujaratPolice #CrimeNews