મોરબી : મોરબી જિલ્લામાં હાલ ધો.10 ,12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.ત્યારે આજે ધો.10 માં ગણિત વિષયની એક પરીક્ષામાં પ્રથમ કોપીકેસ નોંધાયો હોવાનું બહાર આવ્યું છે.જેમાં મોરબીની વીસી હાઇસ્કૂલમાં ધો.10 ની પરીક્ષામાં એક વિધાર્થીને કોપી કરતા સુપરવાઈઝરે રંગેહાથે ઝડપી લીધો હતો.જોકે બોર્ડની પરીક્ષામાં આજે પ્રથમ કોપીકેસ નોંધાયો હતો.