વાંકાનેર : તારીખ 9 એપ્રિલ ને બુધવારનાં રોજ સાંજે 6.30 કલાકે વાંકાનેરના શ્રી રામ કોમ્પલેક્ષ માર્કેટ ચોક ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના 46માં સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સભ્યનું ભોજન સાથેનું વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં સમગ્ર વાંકાનેર- કુવાડવા વિધાનસભા વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં સક્રિય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, પૂર્વ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, કે. એસ. અમૃતિયા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, મોરબી જિલ્લા ભાજપ યુવા પ્રમુખ સાગરભાઈ સદાદીયા, મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રતિનિધિ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેનની ભરતભાઈ ડાભી, રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડિંપલબેન સોલંકી, વાંકાનેર નગરપાલિકા ઉપ પ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, યુસુફભાઈ શેરસીયા, ભાજપના કાર્યકર કિર્તીભાઈ દોશી, તેમજ વાંકાનેર અને રાજકોટ તાલુકા પંચાયત સદસ્યો, તેમજ બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જીતુભાઈ સોમાણી, રણછોડભાઈ દલવાડી, જેઠાભાઈ મિયાત્રા, કે. એસ. અમૃતિયા, હીરાભાઈ ટમારીયા, ભરતભાઈ ડાભી, કેયુરભાઈ ઢોલરીયા, વીનુભાઈ કટારીયા, યુસુફભાઈ શેરસીયા, દ્વારા જુની વાતોને વાગોળીને ભારતીય જનતા પાર્ટીની સંઘર્ષ ગાથાને રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે સૌ કાર્યકરોએ સાથે ભોજન લીધું હતું.