ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામના કોન્ટ્રાકટર રાજેશભાઈ હંસરાજભાઈ ઘુમલીયા નામના આધેડ ગઈકાલે તારીખ 16 ફેબ્રુઆરીના રોજથી ગુમ થયા છે. ચિંતિત પરિવારે રાજેશભાઈ ઘુમલીયાને શોધવા માટે પોલીસને લેખિત રજૂઆત કરી છે.ગુમ થનાર રાજેશભાઈ ઘુમલીયાના પુત્ર સાગરભાઈ ઘુમલીયાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈને પત્ર લખીને જણાવ્યું છે કે તેમના પિતા રાજેશભાઈ હંસરાજભાઈ ઘુમલીયા કોન્ટ્રાક્ટર છે. ગઈકાલે 16 ફેબ્રુઆરીના રોજ સવારે 10-45 વાગ્યે ઘરેથી તેઓ મોરબી બસ સ્ટેશનથી બસમાં નીકળ્યા હતા. ત્યારબાદથી તેઓનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. તેમનો ફોન પણ સ્વીચ ઓફ છે. તેથી ચિંતિત પરિવારજનોએ પોલીસ પાસે મદદ માંગી છે. ગુમ થનાર રાજેશભાઈ ઘુમલીયાને કોઈપણને જાણ થાય તો મહેશભાઈ (મો.નં. 98254 18735), રોહિતભાઈ (મો.નં. 81550 55409), જગદિશભાઈ (મો.નં. 92655 21399), ચંદુભાઈ (મો.નં. 9879283472)નો સંપર્ક કરવા જણાવાયું છે.