મોરબી : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા PGVCL જૂનાગઢ ખાતે 17મી ઇન્ટર સર્કલ / ટીપીએસ સંગીત અને નાટ્ય સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 40 જેટલા Circle/TPS એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોરબી સર્કલમાંથી ગઝલ સંગીત સ્પર્ધામાં મૂળ વિરવિદરકાના રહેવાસી સુનિલદાન જી. ગઢવીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મોરબી સર્કલ તથા મોરબીનું નામ રોશન કર્યું હતું.