મોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર આવેલા કાગદડી ગામે ગુરૂકૃપા આશ્રમ ખાતે મહંત ભુપતબાપુના સાનિધ્યમાં 51 પોથી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે વિશાળ સંત સંમેલન મળ્યું હતું.આશ્રમ ખાતે આયોજિત દેવી ભાગવત કથાનું વ્યાસપીઠ પરથી રતનબેન સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં 9 દિવસ સુધી નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વિશાળ સંતોનું સંમેલન મળ્યું હતું. આ સંતોના સંમેલનમાં આત્માનંદ સરસ્વતી (બોટાદ), મહંત મણીરામ બાપુ, મહંત આનંદરામબાપુ, મહંત બટુકદાસબાપુ, મહંત વિનુબાપુ, મહંત કનૈયાદાસ બાપુ, મહંત ભાવેશ્વરી માં, મહંત મુકુદંબાપુ સહીતના 70 જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કથાની વ્યવસ્થા, ભજન, ભોજન રવિ બાપુ તેમજ તેમના સેવકગણ દ્વારા સંભળાવવામાં આવી રહી છે. તેમ મુકેશ ભગતે જણાવ્યું હતું.