માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા)ના વેણાસર આંગણવાડી ખાતે આજે તા. 27-2-3025 ને ગુરુવારના રોજ અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મોબાઈલ હેલ્થ યુનિટ માળિયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગરની તપાસ, પ્રસુતિની તપાસ, મલેરીયાની તપાસ, બીપી તપાસ, હિમોગ્લોબીન તપાસ પણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં 305 જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ડર્મેટોલોજિસ્ટ વગેરે ડોકટરોની અનુભવી ટીમ દ્વારા સેવા આપવામાં આવી. આ કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો. બાવરવા, એમ.એચ. યુ.મેડિકલ ઓફિસર ડો. નિમેષ રંગપરિયા, મેડિકલ ઓફિસર ડો.એ પી શુરાણી, એમ.પી.એચ.ડબલ્યુ કમલેશ નિમાવત, એસ.એચ. ઘાંચી, વાઘેલા મહેશભાઈ તથા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હનન મન્સુરી, ત્રિભોવનભાઈ સોલંકી, નિખીલભાઈ ગામીત, ફી.હે.વ. સંજીરાબેન બાદી તેમજ આંગણવાડી વર્કર સગુણાબેન હર્ષિદાબેન, રમાબેન, આશા ફેસીલીટર સ્નેહાબેન રાઠોડ, રસીલાબેન, અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયા અને અગરીયા આગેવાન હુંબલ અરજણભાઇએ જહેમત ઉઠાવી હતી.