194 જેટલા અગરિયા ભાઈ-બહેનોએ વિનામૂલ્યે સારવાર અને નિદાનનો લાભ લીધો: વિવિધ રોગોની તપાસ સાથે મફત દવાઓ અપાઈમાળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાની હરીપર પ્રાથમિક શાળા ખાતે 30/04/2026 ના રોજ અગરિયા વિસ્તારના પ્રજાજનોના સ્વાસ્થ્યની સુખાકારી માટે એક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ મોબાઈલ હેલ્થ યુનિટ માળિયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચના વિશેષ સહયોગથી યોજવામાં આવ્યો હતો.આ સર્વ રોગ નિદાન કેમ્પમાં 194 જેટલા અગરિયા ભાઈ-બહેનોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ડાયાબિટીસના દર્દીઓ માટે સુગરની તપાસ, પ્રસુતિની તપાસ, મલેરિયા, બીપી તેમજ હિમોગ્લોબીનની સઘન તપાસ પણ કરવામાં આવી હતી. કેમ્પમાં ડર્મેટોલોજિસ્ટ સહિતના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી. જી. બાવરવા, એમ.એચ.યુ. મેડિકલ ઓફિસર ડો. રાકેશ ગોલતર, ડો. ઉર્જા ગોપાણી, એમ.પી.એચ.ડબલ્યુ કમલેશ નિમાવત, કિશનભાઈ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હનન મન્સુરી, ફીમેલ હેલ્થ વર્કર સંજીરા બાદી, આંગણવાડી વર્કર નિશાબેન વીરડા, આશા વર્કર ગીતાબેન બોરીચા અને અગરિયા હિત રક્ષક મંચના મારૂતસિંહ બારૈયાએ વિશેષ સેવાઓ આપી હતી. સમગ્ર આયોજનને પાર પાડવા માટે ડ્રાઈવર ઉસ્માનભાઈ, મારૂતસિંહ બારૈયા તથા કમલેશભાઈ નિમાવતે ભારે જહેમત ઉઠાવી હતી.#MaliyaMiyana #Haripar #MedicalCamp #Agariya #HealthCare #FreeHealthCamp #MorbiUpdate #MorbiNews