ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર નજીક આવેલ બા ની વાડી સામે ગત તા.12 જુનના વૃક્ષને પાણી પીવડાવી રહેલા ટેન્કર પાછળ જીજે - 03 - એટી - 3658 નંબરનો ટ્રક અથડાતા બિહારના વતની ટ્રક ચાલક ગુડડુરાય શિવનાથરાય ઉ.44નુ મૃત્યું નિપજતા અકસ્માતની આ ઘટનામાં મૃતકના પત્ની સુનિતાદેવી ગુડડુરાય બિહાર વાળાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.