મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર રવિવારે રાત્રીના શક્તિ ચેમ્બર કોમર્શિયલ બિલ્ડિંગમાં એક સાથે 20થી વધુ દુકાનો અને ઓફિસોના શટરતોડ ગેંગ દ્વારા ચોરી કરવા મામલે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામા કાંઠે મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર કોમર્શિયલ બિલ્ડીંગમાં રવિવારે ત્રાટકેલા તસ્કરોએ 20થી વધુ ઓફિસો અને દુકાનોમાં ચોરી કરવાના બનાવમાં મિલનભાઈ જસમતભાઈ ભીમાણી નામના ધંધાર્થી દ્વારા અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં તેમની દુકાનમાંથી રૂપિયા 2200 રોકડા તેમજ અન્યોની દુકાનમાં થયેલ ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી સહિતના પુરાવા મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.