સોના-ચાંદીના 91 હજારના દાગીના તસ્કરો ઉઠાવી ગયાની મકાન માલિકોએ નોંધાવી ફરિયાદ મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે ગતરાત્રે તસ્કરોએ તરખાટ મચાવીને એક જ રાતમાં ત્રણ મકાનોના તાળા તોડી પોલીસને પડકાર ફેંક્યો છે. જેમાં તસ્કરોએ આ ત્રણેય મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.91 હજારની માલમતાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ બનાવ અંગે મકાન માલીકે અજાણ્યા ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામે સોમવારે મધરાત્રે તસ્કરોએ ત્રાટકયા હતા અને આ ગામમાં આવેલા ત્રણ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. જેમાં હાલ મોરબી-2 રોયલ પાર્ક શેરી નંબર-2 માં રહેતા રજનીકાંત ગંગારામભાઈના મહેન્દ્રનગર ગામે આવેલ મકાનના તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી મકાનમાં રહેલા 40 ગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂ.3 હજાર, 17 ગ્રામ સોનાના દાગીના કિંમત રૂ.55 હજાર અને રૂ.10 હજાર રોકડા તેમજ તેમની બાજુમાં રહેતા મનસુખભાઈ લાલજીભાઈના મકાનમાંથી રૂ.11 હજાર રોકડા અને બળદેવભાઈ મગનભાઈના મકાનમાંથી રૂ.12 હજાર મળીને કુલ રૂ.91 હજારના મુદામાલની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પી.આઇ. વિરલભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ત્રણેય મકાનોનું બારીકાઈ પૂર્વક નિરીક્ષણ કરીને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મકાન માલિક રજનીકાંત ગંગારામભાઈ પટેલે અજાણ્યા ચાર ઈસમો સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા દોડધામ આદરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..