માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામ નજીક ગઈકાલે બપોરના સમયે ટ્રેઇલર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલા ત્રણ લોકોના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવમાં ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ માળીયા (મી.) ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે તા. 8ના રોજ માળીયા-હળવદ નેશનલ હાઇવે રોડ પર ખાખરેચી ગામના પાટીયા પાસે ટેઇલરએ સ્વીફ્ટ કારને હડફેટે લેતા કારમાં બેઠેલા મોરબીના રવાપર ગામમાં બોની પાર્કમાં રહેતા બેચરભાઇ નારાયણભાઇ ચાડમીયા, ગૌતમભાઇ ચંદુભાઇ સંતોકી તથા નિલેશભાઇ અમરશીભાઇ ચાડમીયાનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક બેચરભાઇના પિતરાઈ મહેન્દ્રભાઇએ આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટેઇલર નંબર જી.જે.૧૨ બી.ટી.૬૫૩૩ના ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.