મોરબી : ગત તા. 7ના રોજ મોરબી તાલુકા ભરતનગર પાસે રામદેવ પ્લાઝાની સામે ટ્રક ટેઇલર નંબર- આર.જે-૦૬-જી.સી-૩૩૪૭ના ચાલકે ટ્રકને રોડની સાઇડમાથી જમણીબાજુએ જોયા વગર રોડ પર ટ્રક-ટેઇલરને હાઇવે પર ચડાવીને વચ્ચોવચ્ચ ઉભી રાખી દેતા બોલેરો રજી નં- જીજે-૧૨-સી.ડી-૫૨૩૧ ના ચાલક જાકુબભાઇ અબ્દુલાભાઇ પંખેરીયા (ઉ.વ. 49)એ બોલેરાને બ્રેક મારવા છતા ટ્રક ટેઇલરના ડ્રાયવર સાઇડના પાછળના જોટામા બોલેરો ઘુસી જતા જાકુબભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. અને ઘટનાસ્થળ પર તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેમજ બે લોકોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને ટ્રકચાલક ટ્રક છોડીને નાશી ગયો હતો. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેના આધારે પોલીસે ટ્રકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.