સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવ્યા બાદ અભદ્ર માંગણી કરી 55 હજાર પડાવ્યા મોરબી : જામનગરની યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવી મોરબીના શખ્સે અભદ્ર વર્તન કરી 55 હજાર રૂપિયા ઉછીના લઈ છેતરપિંડી કરવાની સાથે યુવાનના પિતાએ પણ ધમકી આપતા જામનગર સીટી એ ડિવિઝનમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જામનગરના પટ્ટણીવાડ વિસ્તારમાં રહેતી યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવી મોરબીના કરણ પ્રવીણભાઈ ચૌહાણે સંબંધ વધાર્યા હતા અને જામનગર યુવતીના ઘેર જઈ લગ્નની લાલચ આપી અભદ્ર માંગણી પણ કરી હતી. વધુમાં કરણ ચૌહાણે આ યુવતીને વિશ્વાસમાં લઇ રૂપિયા 55 હજાર હાથ ઉછીના પણ મેળવી લીધા હતા. આ મામલે યુવતીએ કરણના પિતા પ્રવીણભાઈ ચૌહાણને ફોન કરી આપવીતી જણાવતા કરણના પિતાએ પણ યુવતીને ધમકી આપી પોતાના પુત્રનું ક્યાંય નામ ન લેવા જણાવતા આખરે યુવતીએ જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..