હિમસન સીરામીકના ભાગીદારે ફરિયાદ નોંધાવી મોરબી : સિરામીક ફેકટરીમાં ઇલેક્ટ્રિક પેનલમાં લગાવવામાં આવતી કિંમતી એસી ડ્રાઇવની ચોરી મામલે હિમસન સિરામીક ફેકટરીના ભાગીદારે પાંચેય આરોપીઓ વિરુદ્ધ સવા લાખની કિંમતની 25 એસી ડ્રાઇવ ચોરવા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મોરબીની સિરામીક ફેકટરીમાંથી કિંમતી એસી ડ્રાઇવના 6 લાખના મુદ્દામાલ સાથે તાલુકા પોલીસે રવિવારે પાંચ શખ્સોને ઝડપી લીધા બાદ આ મામલે હિમસન સિરામીક ફેકટરીના ભાગીદાર પરમભાઇ અશ્વીનભાઇ ડોરીએ પોતાની બંધ ફેકટરીમાંથી 25 નંગ એસી ડ્રાઇવ કિંમત રૂપિયા 1.25 લાખ ચોરાવા અંગે જોગુભાઇ અકરમભાઇ બારીયા, રાકેશભાઇ જાનુભાઇ ખોખર, ઇમરાનભાઇ ગુલામભાઇ ખોલેરા, જાવીદભાઇ ગનીભાઇ ઘોણીયા અને મહમદઅલી ગુલામહુશેન કચ્છી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..