મોરબી : મોરબીના લાગધીરપુર કેનાલરોડ ઉપરથી પાંચ માસ પૂર્વે ચોરાયેલ બાઈક મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ટીમ્બડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશીપમાં રહેતા અમીતકુમાર નાનજીભાઇ ફળદુની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ 10-10- 2021ના રોજ લગધીરપુર કેનાલ રોડ હોલીસ સીરામીકના કારખાનાની બાજુમાથી ચોરાઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.