સાતેક દિવસ પૂર્વે હરિનગર ગોલ્ડ અને આલાપ સોસાયટીમાં ત્રણ મકાનમાંથી તસ્કરો 1.94 લાખની માલમતા ઉસેડી ગયા હતા હળવદ : હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલી હરિનગર ગોલ્ડ તેમજ આલાપ સોસાયટીમાં સાતેક દિવસ પૂર્વે તસ્કરોએ તરખાટ મચાવી ત્રણ મકાનને નિશાન બનાવી રૂ.1.94 લાખથી વધુની માલમતાની ચોરી કરવાના બનાવ અંગે અંતે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદની હરિનગર ગોલ્ડ અને આલાપ સોસાયટીમાં થયેલ ચોરીન બનાવ અંગે કિરણગીરી કૈલાશગીરી ગોસ્વામીએ અજાણ્યા ત્રણ ચોર ઇસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.21 અને 22 જાન્યુઆરી દરમિયાન મકાનના તાળા તોડી ફરિયાદીના મકાનમાંથી રોકડ રૂપીયા 70 હજાર, સોના ચાંદીના દાગીના કિમત રૂપીયા 1,03,000 તેમજ બાજુમાં રહેતા જનકભાઇ લાભુભાઇ સોંલકીના મકાનના તાળા તોડી રોકડ રૂપીયા 5000 ઉપરાંત હરેશભાઇ સામજીભાઇ કલારીયા પટેલના મકાનમાં પ્રવેશ કરી તસ્કરો રોકડ રૂપીયા 15000 તથા સોના ચાંદીના દાગીના કિમત રૂપીયા 1500 મળી કુલ રૂપીયા 1,94,500ની માલમતાની ચોરી કરી લઇ ગયા હતા. આ ચોરીના બનાવમાં તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. હાલ પોલીસે ચોરી અંગે ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..