હળવદ : હળવદ તાલુકાના મંગળપુર ગામની સીમમાં વાડીના શેઢે થાંભલા કાઢવા મુદ્દે ગઈકાલે નોંધાયેલ ફરિયાદ બાદ સામાપક્ષે ચાર શખ્સો વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી પરિવારના ચાર સભ્યોને માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપ્યાનું જાહેર કરાયું હતું.હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને મંગળપુર ગામની સીમના વાડી ધરાવતા ફરિયાદી અશ્વિનભાઈ ગોરધનભાઇ સોનાગરાએ આરોપી ગૌતમભાઈ છગનભાઇ કણઝારીયા, છગનભાઇ પોપટભાઈ કણઝારીયા, પ્રવીણભાઈ નરસીભાઈ કણઝારીયા, ચંદ્રેશ ઘનશ્યામભાઈ કણઝારીયા અને દલસુખભાઈ હેમુભાઈ કણઝારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીએ વાડીના શેઢે નાખેલા થાંભલા હાલવા ચાલવામાં નડતા હોવાથી સાહેદ કાંતાબેન અને રમીલાબેન થાંભલા કાઢવા જતા આરોપીઓએ ઝઘડો કરી બન્નેને માર માર્યો હતો તેમજ વચ્ચે છોડાવવા પડેલા સાહેદ પિતા ગોરધનભાઇ તેમજ કાકા વાસુદેવભાઈને પણ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.