સામાકાંઠા વિસ્તારમાં બનેલી ઘટનામોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક ઢગાએ 10 વર્ષની બાળકીને હાથનો ઈશારો કરી બોલાવી ચેનચાળા કર્યા બાદ ઘરમાં લઈ જવાની કોશિષ કરતા આ ગંભીર બનાવ અંગે બાળકીની માતાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ઢગા વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મહિલાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જસવંતભાઈ જગજીવનભાઈ રાવલ રહે. સો ઓરડી વિસ્તાર વાળા વિરુદ્ધ પોતાની 10 વર્ષની બાળકી સાથે ચેનચાળા કરી ઘરમાં લઈ જવાની કોશિષ કરવા સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.