હળવદ : હળવદના દેવળીયા ગામના બસસ્ટેન્ડમાં બસની રાહ જોઇને બેઠેલા શિક્ષક શામજીભાઈ કણઝારીયાને હડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર એમએચ - 46 - N - 6569 નંબરની બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ મૃતક શામજીભાઈના પત્ની સોનલબેન શામજીભાઈ કણઝારીયા રહે.ખાખરેચી તા.માળીયા વાળાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.