અકસ્માતમાં યુવતી સહિત બે મહિલાના મૃત્યુ નિપજ્યા હતાટંકારા : ટંકારા - લતીપર - ધ્રોલ હાઇવે પર ગત તા.8ના રોજ સાંજના સમયે જીજે - 36 - યુ - 1296 નંબરના સીએનજી રીક્ષા ચાલક ગફુરભાઈ સીદીકભાઈ જામ રહે.મોરબી વાળાએ ગફલતભરી રીતે રીક્ષા ચલાવી આગળ જતાં ટ્રેક્ટરના ઠાઠામાં રીક્ષા ભટકાળતા રીક્ષામાં બેઠેલા ગુલશનબેન અનવરભાઈ ભટ્ટી સહિત ચાર મહિલાઓને ઇજાઓ પહોંચી હતી અને જીન્નતબેન તેમજ રેશમાબેન રહે.વીસીપરા મોરબી વાળાનું ગંભીર ઇજાઓથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.