હળવદ : હળવદ તાલુકાની જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઇકો ફ્રેન્ડલી માટીના શિવલિંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 150 બાળકોએ ભાગ લીધો હતો.શિવલિંગ બનાવનાર તમામ બાળકોને ચોપડાનું ઇનામ અને સૌથી વધુ સુંદર શિવલિંગ બનાવનાર બાળકોને ધોરણદીઠ નંબર આપવામાં આવ્યા અને વિજેતા બાળકોને હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણી અને મોરબીની મહેશ્વરી હોસ્પિટલના પ્રમુખ ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફના શિક્ષકો તથા શાળાના આચાર્યએ ખૂબ મહેનત કરી હતી.