ટંકારા (મોરબી અપડેટ) : 26 સપ્ટેમ્બરના રોજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિકસિત ભારત 2047 અને સેવા સુશાસન થીમ આધારિત ટંકારા તાલુકા કક્ષાની ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા બી.આર.સી.ભવન ખાતે યોજાઈ હતી. તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક એમ ત્રણ વિભાગના બાળકોએ ભાગ લીધો હતો. સેવા સુશાસન અને વિકસિત ભારત 2047 અંગેના વિચારોને બાળકોએ ચિત્ર તેમજ વક્તૃત્વના માધ્યમથી વાચા આપી હતી.આ તકે બાળકોને પ્રોત્સાહન આપવા ટંકારા-પડધરી મતવિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ટંકારા નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ કારેલીયા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા, મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ તરીકે દિનેશભાઈ વાધરીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેનશ્રી રશ્મિકાંતભાઈ દુબરીયા અને ટીપીઈઓ જીવાણી હાજર રહ્યા હતા.મહેમાનોનું સ્વાગત રસિકભાઈ ભાગીયાએ કર્યું હતું તેમજ આભારવિધિ બી.આર.સી. કલ્પેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઇ સાણજાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા તમામ સી.આર.સી. તેમજ બી.આર.પી. એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતા.