મહાપુજન, મહાઆરતી, મહાપ્રસાદ અને રાત્રે ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ યોજાશે(જનક રાજા દ્વારા) મોરબી : શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા તારીખ 15 ઓક્ટોબર ને બુધવારના રોજ શનાળા, લીમડાવાળા મેલડી મંદિર પાછળ ઉમિયાનગર સોસાયટી મોરબી ખાતે શ્રી રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે. જેમાં તારીખ 15 ઓક્ટોબર ને બુધવારે સવારે મામાદેવનું મહાપૂજન, સાંજે 6 કલાકે ઉમિયાનગર શકત શનાળા ખાતે મહાપ્રસાદ અને રાત્રે 9 કલાકે ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે.મહોત્સવમાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર, રાવળદેવ ભાવેશભાઈ ગુજજર તથા સાથી ગ્રુપ અને શ્રી ચાંદલિયાવાળા મામાદેવના ભુવા યુવરાજસિહ રાઠોડ તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહેશે. જે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા શ્રી રંગીલા મામાસાહેબ યુવા ગ્રુપ શકત શનાળા તેમજ પ્રવીણભાઈ બારોટ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.