જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે બાળકો સાથે સંવાદ કરી અભ્યાસ અને ભવિષ્ય અંગે માર્ગદર્શન પૂરું પાડશેમોરબી અપડેટ: મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આવતીકાલે તારીખ 22 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 10:30 કલાકે ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દ્વારા બાળ સંભાળ ગૃહના બાળકો સાથે ખાસ મુલાકાત કરી તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવશે.આ કાર્યક્રમ દરમિયાન કલેક્ટર દ્વારા બાળકો સાથે તેમના વર્તમાન અભ્યાસ, શાળામાં પડતી મુશ્કેલીઓ અને ભવિષ્યની કારકિર્દી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ સંવાદ થકી બાળકોનો ઉત્સાહ વધારી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે તેવું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, મોરબીની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CoffeeWithCollector #MorbiCollector #SwapnilKhare #ChildCareHome #CollectorOfficeMorbi