ટંકારા પોલીસે રાજકોટના શખ્સને દબોચી લીધો ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર છત્તર નજીક બનાવાયેલી પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ટંકારા પોલીસે વિદેશી દારૂ ભરેલી સીએનજી રીક્ષા સાથે રાજકોટના રીક્ષા ચાલકને ઝડપી લીધો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ - મોરબી હાઇવે ઉપર છત્તર નજીક બનાવાયેલી પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ટંકારા પોલીસે GJ-03-BU-3295 નંબરની રીક્ષા અટકાવી તલાસી લેતા સીએનજી રીક્ષાના ચાલક આરોપી પરીમલ ત્રીભોવનભાઇ સોલંકી રહે- અવધના ઢાળીયે કાલાવાડ રોડ આંબેડકરનગર રાજકોટ વાળાના કબ્જામાથી ગ્રાન્ડ અફેર બ્રાન્ડ વિદેશી દારૂની 48 બોટલ કિંમત રૂપિયા 14,400 મળી આવતા પોલીસે 70 હજારની રીક્ષા સહીત કુલ રૂપિયા 84,400નો મુદામાલ કબ્જે કરી રીક્ષા ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.