મોરબી : ડો. હેડગેવાર સ્મારક સમિતિની અંજની રાત્રી શાખા દ્વારા આગામી તા.14ના મકરસંક્રાંતિ નિમિત્તે જરૂરિયાત મંદ લોકો માટે વસ્ત્ર એકત્રકરણ અભિયાન ચલાવવામાં આપશે. જેમાં લોકો પાસેથી બિન જરૂરી વસ્ત્રો,ઓઢવા પાથરવાના કાપડ લેવામાં આવશે. ઉપયોગમાં ન લેતા હોઈ તેવી વસ્તુઓ જે બીજા લોકોને ઉપયોગી બને તે માટે અંજની રાત્રી શાખાના સ્વયં સેવકો આલાપ રોડ ઉપર ઘરે-ઘરે જઈને એકત્ર કરશે. વધુ માહિતી માટે પ્રતિકભાઈ લીખીયા :- 90991 39367 અથવા આર્યનભાઈ બાવરવા :-73599 86461નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે