માળિયા (મિયાણા) : તા. 18-9-2025ના રોજ મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે ગુજરાત સરકાર પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ અનુસંધાને તેમજ ગ્રામીણ સમાજમાં સ્વચ્છતાના મૂલ્યને પ્રસારિત કરવા 'સ્વચ્છતા હી સેવા 2025' અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાના વિચાર દર્શક સ્વનિર્મિત સ્લોગન તેમજ ચાર્ટનુ નિર્માણ કરવામા આવ્યું હતું. સ્વચ્છતાના વિચારને ગ્રામ્ય સમાજ સુધી પહોંચાડવા માટે નારાઓ બોલી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. શાળાના આચાર્ય બી.એન.વિડજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકો તેમજ તમામ શિક્ષકો હોંશભેર સહભાગી બન્યા હતા.