'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરાની આગેવાનીમાં કર્મચારીઓએ સફાઈ કરી પર્યાવરણ જતનનો સંકલ્પ લીધોમોરબી અપડેટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં 'સેવા સંકલ્પ અભિયાન' ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા સેવા અને પર્યાવરણ જતનના ઉમદા હેતુ સાથે કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા ઝુંબેશનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરાની આગેવાનીમાં જિલ્લા માહિતી વિભાગના કર્મયોગીઓ દ્વારા કલેક્ટર કચેરીના પરિસરમાં સઘન સ્વચ્છતા ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કચેરીના પરિસરમાં સાફ-સફાઈ કરીને લોકોને સ્વચ્છતાનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પર્યાવરણનું જતન કરવા અને હરિયાળી વધારવાના આશયથી કલેક્ટર કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તેનું યોગ્ય જતન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #SwachhataAbhiyan #SevaSankalpAbhiyan #TreePlantation #MorbiCollectorOffice #CleanIndia