મોરબી: 'સ્વચ્છતા સાથે શિક્ષણ, આરોગ્ય સાથે સશક્તિકરણ' ના મંત્રને સાર્થક કરવાના ઉદ્દેશ્ય સાથે, મોરબી જિલ્લાના ઘૂંટુ ગામની સરકારી હાઈસ્કૂલમાં તારીખ 7/2/2026 ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ દ્વિતીય માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમમાં યુવતીઓના સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ અંતર્ગત શાળાની વિદ્યાર્થિનીઓને માસિક ધર્મ દરમિયાન રાખવી પડતી જરૂરી સાવચેતીઓ અને સ્વચ્છતાના મહત્વ વિશે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. જાગૃતિ અભિયાનના ભાગરૂપે ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થિનીઓને સેનિટરી પેડ્સનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવાનો હતો. આ સફળ આયોજનમાં શાળાના સંચાલક વનિતાબેન, શાળાના શૈક્ષણિક સ્ટાફ તેમજ યુવા શક્તિ ફાઉન્ડેશનની મહિલા સભ્યોએ મહત્વનું યોગદાન આપ્યું હતું.