મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તારીખ 12 જૂન ને ગુરુવારના રોજ સવારે 8 કલાકે શ્રમદાન ફોર મોરબી અન્વયે મોરબીના વાવડી રોડ ખાતે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ સફાઈ ઝુંબેશમાં મોરબી મહાનગરપાલિકા સાથે ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ જોડાશે. ઉપરાંત સફાઈ ઝુંબેશમાં લોકોનો પણ સહકાર જરૂરી છે ત્યારે શહેરના સામાજિક, ધાર્મિક તથા બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને આ અભિયાનમાં જોડાવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.