મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ 29 મેના રોજ સવારે 8 કલાકેથી શ્રમદાન ફોર મોરબી અન્વયે ઉમિયા સર્કલથી મોરબી બાયપાસ સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં લોકોનો પણ સહકાર જરૂરી હોય શહેરની સામાજિક, ધાર્મિક તથા બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને આ અભિયાનમાં જોડાવવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.