સર્કિટની ડબ્બીમાં હવામાન વિભાગ લખાયેલું : હવામાન વિભાગની કોઈ ડિવાઇસ હોવાનું અનુમાન : લોકોમાં ભારે કુતુહલહળવદ : હળવદના ગોલાસણ ગામે એક મોટા ફુગ્ગા સાથે લટકેલી સર્કિટની ડબ્બી આકાશમાંથી નીચે પડી હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને સ્થાનિકોમાં ભારે કુતુહલ સર્જાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ગોલાસણ ગામે આજે એક વિચિત્ર ઘટના બની છે. મોટી ઇવેન્ટમાં જે બ્લુન લગાવવામાં આવતા હોય છે તેવા એક બલુનમાં નીચે એક ડબ્બી લટકાવેલી હતી તે આકાશમાંથી નીચે પડી હતી. આ ડબ્બીમાં અંદર સર્કિટ હતી. ડબ્બી ઉપર હવામાન વિભાગનું નામ લખાયેલું હતું. જેથી આ ડિવાઇસ હવામાન વિભાગે કોઈ રિસર્ચ માટે હવામાં મૂક્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે કુતુહલ સર્જાયું છે.