એલન મસ્કની કંપનીને બ્રેઇન ઈંપ્લાન્ટ ટ્રાયલને મંજૂરી મોરબી : શરીરના અન્ય હિસ્સાઓની સાથે હવે બ્રેઇન ઈંપ્લાન્ટને મંજૂરી મળી છે જેથી અંધાપો લકવા જેવી બીમારીઓની સારવાર માટે મગજમાં ચિપ બેસાડી સારવાર કરવામાં આવશે ટ્વીટર અને ઇલેક્ટ્રીક કારથી ચર્ચામાં આવેલ એલન મસ્ક હવે માનવ મગજમાં ચિપ લગાવી અંધત્વ અને લકવા જેવા રોગની સારવાર શક્ય બનાવશે. અત્યાર સુધી આપણે સાયન્ટિક ફિલ્મોમાં એવું જોયું હતું કે કોઇ વૈજ્ઞાનિક માનવ મગજમાં ચિપ ફીટ કરી દે અને પછી કમ્પ્યુટર કે ગેજેટની મદદથી તેને કંટ્રોલ કરી રહી હોય. ફિલ્મી દુનિયામાં જોવા મળતું સત્ય હવે ટુંક સમયમાં વાસ્તવિક દુનિયામાં શક્ય બનાવ જઈ રહ્યું છે. એલન મસ્કની કંપની Neuralinkને અમેરિકાના Food and Drug Administration (USFDA) તરફથી દુનિયામાં પહેલીવાર માનવ પર બ્રેઇન ઇમપ્લાન્ટ ટ્રાયલને મંજૂરી આપી દેવામાં આવી છે.આ ઈમ્પ્લાન્ટથી અંધાપો, લકવાથી છુટકારો મળી શકે છે, અને મગજની બીજી ઘણી બીમારીઓ પણ નિયંત્રિત કરી શકાય છે.