મોરબી : હેમીબાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે તેઓની સ્મૃતિમાં દલસાણીયા નરેશભાઈ માવજીભાઈ તથા પરિવાર દ્વારા વાઘગઢ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ પહેલા હેમીબાની સ્મૃતિમાં માવજીબાપા દ્વારા વાઘગઢ પ્રાથમિક શાળામાં એક લાખ રૂપિયાના અનુદાન થકી બાળકો માટે હિંચકા લપસિયા સહિતનું સુંદર બાળક્રીડાંગણ બનાવી આપવામાં આવ્યું છે.