મોરબી : મોરબી જીલ્લાના વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળસંસદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભણતરની સાથે બાળકોમાં લોકશાહીના મૂલ્યો, દેશદાઝ જાગે તે હેતુથી અને બાળકો સ્કુલના નીતિ નિયમો અને શાળા વ્યવસ્થાપન અને વિકાસ તથા સુધારણામાં ભાગીદાર બને તે હેતુથી શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળ સંસદ જાહેરનામા, ફોર્મ ભરવાની પ્રક્રિયા અને પ્રચાર પ્રક્રિયા તેમજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં વિજેતા થનાર બાળકોને અલગ-અલગ સમિતિ જેવી કે શિક્ષણસમિતિ, રામહાટ સમિતિ, પાણી સમિતિ, મધ્યાહન ભોજન સમિતિ, વ્યવસ્થાપન સમિતિ, સફાઈ સમિતિ તથા પુસ્તકાલય સમિતિના મંત્રીની વિશેષ કામગીરી કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજીક વિજ્ઞાનના શિક્ષક નરેન્દ્રભાઇ કુબાવત દ્વારા કરવામાં આવ્યું હતું.