લતીપર - ટંકારા હાઇવે ઉપર બનેલા બનાવ અંગે ફરિયાદ નોંધાઇટંકારા : ટંકારા - લતીપર હાઇવે ઉપર સાવડી ગામથી ઓટાળા ગામની વચ્ચે કાર ચાલકે સ્કૂલે જતા બાળકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ખેતમજૂરના પુત્રનું મૃત્યુ નિપજતા અકસ્માતના બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં વાડીમાં ખેતમજૂરી કરતા ખજાનભાઇ ભીમસિંહ રાઠવાનો દસ વર્ષનો પુત્ર શૈલેષ વાડીએથી સ્કૂલે જતો હતો ત્યારે સાવડીથી ઓટાળા વચ્ચે આવેલા પેટ્રોલ પમ્પ પાસે જીજે - 03 - જેએલ - 6392 નંબરની કારના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં શૈલેષ રાઠવા નામના બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે શૈલેશના પિતા ખજાનભાઈએ ટંકારા પોલીસ મથકમાં જીજે - 03 - જેએલ - 6392 નંબરની કારના ચાલક નવનીતભાઈ વેલજીભાઈ બોડા રહે.ધ્રોલ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.